ઉત્તરાખંડમાં આજથી સમાન નાગરિક સંહિતા- UCC અમલમાં આવશે. આ અધિનિયમ અમલમાં લાવનારું ઉત્તરાખંડ દેશનું પ્રથમ રાજ્ય હશે.
મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ કહ્યું, “નિયમોની મંજૂરી અને સંબંધિત કર્મચારીઓની તાલીમ સહિત અધિનિયમ અમલ કરાવવાની તમામ તૈયારી પૂર્ણ થઈ ગઈ છે. UCCનો ઉદ્દેશ દરેક નાગરિક માટે સમાન અધિકાર સુનિશ્ચિત કરવાનો છે.
શ્રી ધામીએ કહ્યું, UCC અંતર્ગત જાતિ, ધર્મ અને લિંગના આધારે નાગરિક અધિકારોમાં ભેદભાવ કરનારા તમામ કાયદાઓમાં સમાનતા લાવવાનો પ્રયાસ કરાશે.
Site Admin | જાન્યુઆરી 27, 2025 9:40 એ એમ (AM)
ઉત્તરાખંડમાં આજથી સમાન નાગરિક સંહિતા- UCC અમલમાં આવશે
