ઉત્તરાખંડમાં આજથી શિયાળુ ચારધામ યાત્રાનો પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ રુદ્રપ્રયાગ જિલ્લાના ઉખીમઠના ઓમકારેશ્વર મંદિર ખાતે પવિત્ર યાત્રાનું સત્તાવાર રીતે ઉદ્ઘાટન કર્યું, જ્યાં શિયાળાના મહિનાઓમાં ભગવાન કેદારનાથની મૂર્તિ રહે છે. આ પ્રસંગે મુખ્યમંત્રીએ શિયાળુ ચારધામ યાત્રા નિકળતા યાત્રાળુઓ માટે સુવિધાઓ વધારવા સરકારની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે, સરકાર ભક્તો માટે સરળ અને સમૃદ્ધ અનુભવ સુનિશ્ચિત કરવા માટે તમામ જરૂરી પ્રયાસો કરશે.
આ ઉપરાંત, ગઈકાલે સાંજે રૂદ્રપ્રયાગમાં યોજાયેલા એક કાર્યક્રમમાં, મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી કે રાજ્ય સરકાર આ યાત્રાને પ્રોત્સાહન આપવા અધિકારીઓને માર્ગદર્શિકા બહાર પાડી છે
Site Admin | ડિસેમ્બર 8, 2024 7:45 પી એમ(PM)
ઉત્તરાખંડમાં આજથી શિયાળુ ચારધામ યાત્રાનો પ્રારંભ થયો
