આજે ઉત્તરાખંડની મુલાકાતના ત્રીજા અને અંતિમ દિવસે, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નીમ કરોલી બાબાના આશ્રમ અને નૈનીતાલમાં મા નૈના દેવી મંદિરમાં પ્રાર્થના કરી, રાષ્ટ્ર માટે શાંતિ અને સમૃદ્ધિની કામના કરી.
આ પ્રસંગે ઉત્તરાખંડના રાજ્યપાલ નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ ગુરમિત સિંહ પણ હાજર રહ્યા હતા. રાષ્ટ્રપતિ મુર્મુએ કુમાઉ યુનિવર્સિટીના 20મા દીક્ષાંત સમારોહમાં હાજરી આપી હતી, જ્યાં સ્નાતક અને અનુસ્નાતક વિદ્યાર્થીઓને મેડલ એનાયત કરવામાં આવ્યાં હતાં.આ પ્રસંગે રાષ્ટ્રપતિએ શિક્ષણમાં શ્રધ્ધા રાખવા માટે પદવી ધારકોને શીખ આપી હતી. શ્રીમતી મુર્મૂએ વિદ્યાર્થીનીઓની સફળતા માટે અભિનંદન પાઠવ્યા હતા.
Site Admin | નવેમ્બર 4, 2025 1:34 પી એમ(PM)
ઉત્તરાખંડની કુમાઉ યુનિવર્સિટીના 20મા પદવીદાન સમારોહમાં પદવી એનાયત કરતા રાષ્ટ્રપતિએ શિક્ષણમાં શ્રદ્ધા રાખવાની શીખ આપી