ઉત્તરાખંડમાં સમાન નાગરિકતા ધારો એટલે કે, યુનિફૉર્મ સિવિલ કોડ – UCC લાગુ કરવાના પ્રયાસ ચાલી રહ્યા છે. પૂર્વ મુખ્ય સચિવ શત્રુઘ્ન સિંહની અધ્યક્ષતામાં બનેલી U.C.C. નિયમ અને અમલીકરણ સમિતિએ આજે સચિવાલય ખાતે મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીને તેમનો મુસદ્દો અહેવાલ સોંપ્યો છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, ‘મંત્રીમંડળની મંજૂરી બાદ ટૂંક જ સમયમાં આ કાયદો રાજ્યમાંલાગુ થઈ જશે.’ શ્રી ધામીએ ભારપૂર્વક કહ્યું કે, ‘આ કાયદો દરેક લોકોની સમાનતા માટે છે. આનાથી કોઈએ ડરવાની જરૂર નથી.’ સમાન નાગરિકતા ધારો નિયમ મુખ્યત્વે ચારભાગમાં છે. આમાં વિવાહ અને છૂટાછેડાની નોંધણી, લગ્ન વગર સાથે રહેવા એટલે કે લિવ-ઇનરિલેશનશીપ, જન્મ અને મૃત્યુ નોંધણી તેમજ ઉત્તરાધિકાર સાથે જોડાયેલા નિયમો સાથે સંકળાયેલી પ્રક્રિયાઓનો ઉલ્લેખ છે.
Site Admin | ઓક્ટોબર 18, 2024 7:20 પી એમ(PM)
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ કહ્યું, ‘રાજ્યમાં ટૂંક સમયમાં સમાન નાગરિકતા ધારો લાગુ થશે
