જુલાઇ 11, 2025 6:16 પી એમ(PM)

printer

ઉત્તરાખંડના પ્રતિનિધિ મંડળે ત્રણ દિવસની મુલાકાત દરમિયાન રાજ્યનાસહકાર મૉડેલના અભ્યાસ કર્યો.

રાજ્યના સહકાર મૉડેલના અભ્યાસ માટે ઉત્તરાખંડના ઉચ્ચઅધિકારીઓના પ્રતિનિધિ મંડળે ગુજરાતની મુલાકાત લીધી. ત્રણ દિવસની મુલાકાતના છેલ્લા દિવસેઆજે ગાંધીનગરમાં સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ ઉત્તરાખંડના સહકાર મંત્રી ડૉક્ટરધનસિંઘ રાવત અને પ્રતિનિધિ મંડળને વિસ્તૃત માહિતી આપી. દરમિયાન ઉત્તરાખંડે દેશની પ્રથમ ત્રિભુવન સહકારવિશ્વ-વિદ્યાલયનું એક પરિસર ઉત્તરાખંડમાં શરૂ કરવાની અને રાજ્યના સહકાર વિભાગ સાથેકરાર કરવાની ઈચ્છા દર્શાવી છે. સહકાર ક્ષેત્રે ગુજરાતમાં થયેલા કામ અન્ય રાજ્યમાંથાય તો દેશ ઘણો આગળ વધશે તેવો વિશ્વાસ શ્રી રાવતે વ્યક્ત કર્યોઉલ્લેખનીય છે કે, પ્રતિનિધિ મંડળે અમૂલ ડેરી, ત્રિભુવનસહકારી વિશ્વ-વિદ્યાલય, G.S.C. બૅન્ક જેવી સંસ્થાઓની પણ મુલાકાત લીધી હતી.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.