ભારતીય સેનાએ જણાવ્યું, ઉત્તરકાશીના ધારલીમાં વાદળ ફાટવાથી એક જુનિયર કમિશન્ડ ઓફિસર-JCO અને 8 જવાન હજુ પણ ગુમ છે. સેનાએ જણાવ્યું કે ઝડપી અને સંકલિત માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત કામગીરી ચાલી રહી છે.
શોધ, બચાવ અને રાહત કામગીરી માટે પાયદળ અને એન્જિનિયરિંગ ટીમો સહિત 225 થી વધુ સૈન્ય કર્મચારીઓને તૈનાત કરાયા છે. કાટમાળ હટાવવા અને ગતિશીલતા પુનઃસ્થાપિત કરવામાં મદદ કરવા માટે લડાયક ઇજનેરો પણ ધારલી પહોંચ્યા છે. તેણે કહ્યું કે હરસિલ ખાતે લશ્કરી હેલિપેડ પણ કાર્યરત છે અને ત્રણ નાગરિક હેલિકોપ્ટર ભટવારી અને હરસિલ ખાતે અકસ્માતગ્રસ્તોને બહાર કાઢવા અને રાહત સામગ્રી પહોંચાડવા માટે સફળતાપૂર્વક ઉતરાણ કર્યું છે. સેનાએ વધુમાં માહિતી આપી હતી કે ચિનૂક, Mi-17, ALH હેલિકોપ્ટર ટુકડી અને સામગ્રીના એરલિફ્ટ માટે જોલી ગ્રાન્ટ, ચંદીગઢ અને સરસવામાં તૈનાત છે.
Site Admin | ઓગસ્ટ 6, 2025 8:16 પી એમ(PM)
ઉત્તરાખંડના ધરાલીમાં કેન્દ્ર અને રાજ્યની સંસ્થાઓ રાહત અને બચાવ કાર્યમાં જોડાઈ-અત્યાર સુધી 190 લોકોને બચાવાયા
