ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના અસરગ્રસ્ત થરાલીમાં યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. જિલ્લા વહીવટીતંત્ર, સ્થાનિક પોલીસ, SDRF, NDRF, સેના, SSB અને ITBPની વિવિધ ટીમો રાહત અને બચાવ કામગીરીમાં જોડાયેલી છે.
આ ઘટનામાં એક યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે, જ્યારે ચેપડો બજારમાં અન્ય એક ગુમ વ્યક્તિની શોધ ચાલુ છે. 150 થી વધુ અસરગ્રસ્ત લોકોને તાલુકા પરિસરમાં રાખવામાં આવ્યા છે, જ્યાં તેમના માટે ખોરાક, પાણી અને તબીબી સુવિધાઓ તેમજ અન્ય મૂળભૂત જરૂરિયાતોની વ્યવસ્થા કરવામાં આવી છે.
આપત્તિ વ્યવસ્થાપન અને પુનર્વસન સચિવ વિનોદ કુમાર સુમને જણાવ્યું હતું કે અસરગ્રસ્ત વિસ્તારમાં પરિસ્થિતિ સ્થિર છે અને રાહત અને બચાવ ટીમો ઝડપથી કામ કરી રહી છે.
Site Admin | ઓગસ્ટ 23, 2025 7:18 પી એમ(PM)
ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના અસરગ્રસ્ત થરાલીમાં યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે.
