ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના માના ગામમાં હિમસ્ખલનમાં 50 કામદારોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે, બાકીના 5 કામદારોની શોધ ચાલી રહી છે. દરમિયાન, ચાર ઇજાગ્રસ્ત કામદારોના મૃત્યુ થયા છે.મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ પરિસ્થિતિનો તાગ મેળવવા અને બચાવ કામગીરીની સમીક્ષા કરવા માટે અસરગ્રસ્ત વિસ્તારનો હવાઈ નિરીક્ષણ કર્યો હતો. દરમિયાન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી સાથે ફોન પર વાત કરીને વિસ્તૃત માહિતી મેળવી હતી. શ્રી મોદીએ કેન્દ્ર સરકાર તરફથી શક્ય તમામ મદદની ખાતરી આપી છે.
Site Admin | માર્ચ 1, 2025 7:26 પી એમ(PM)
ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના માના ગામમાં હિમસ્ખલનમાં 50 કામદારોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે, બાકીના 5 કામદારોની શોધ ચાલી રહી છે