ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના માના ગામ નજીક 57 કામદારો ભારે બરફના તોફાનમાં ફસાઈ ગયા હતા. તેમાંથી 16 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. જ્યારે ભારત-તિબેટીયન બોર્ડર ફોર્સ, NDRF, SDRF, ભારતીય ભુદાલ અને હવાઈદળ ફસાયેલા કામદારોને શોધવા અને બચાવવા માટે રાહત કામગીરીમાં રોકાયેલા છે. ભારે હિમવર્ષા અને ખરાબ હવામાનને કારણે રાહત કાર્યમાં અવરોધ
આવી રહ્યો છે. મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ કહ્યું કે સરકાર પરિસ્થિતિ પર નજર રાખી રહી છે અને બચાવ કામગીરી ઝડપી બનાવવામાં આવી રહી છે. દરમિયાન, ચમોલી જિલ્લા કલેકટર સંદીપ તિવારીએ કહ્યું છે કે વાવાઝોડાને કારણે સંદેશાવ્યવહાર સેવાઓ ખોરવાઈ ગઈ છે, જેના કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલીઓ આવી રહી છે. ભારતીય સેનાની એક વિશેષ બચાવ ટીમ, જેમાં 07 અધિકારીઓ, 17 જુનિયર કમિશન્ડ ઓફિસર અને 150 જવાનોનો સમાવેશ થાય છે, સતત રાહત અને બચાવ કામગીરીમાં રોકાયેલા છે. ઘટનાસ્થળે ડોક્ટરોની એક ટીમ પણ તૈનાત છે.
Site Admin | ફેબ્રુવારી 28, 2025 6:46 પી એમ(PM)
ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના માના ગામ નજીક 57 કામદારો ભારે બરફના તોફાનમાં ફસાઈ ગયા હતા,તેમાંથી 16 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે