કેદારનાથથી પરત ફરતી વખતે ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે ઉત્તરાખંડના ગૌરીકુંડ નજીક ફસાયેલા મોરબી, રાજકોટ અને જામનગરના 47 વરિષ્ઠ નાગરિકોને સુરક્ષિત રીતે બચાવી અને સોનપ્રયાગ ખસેડવામાં આવ્યા છે. ચાર ધામ યાત્રાએ નીકળેલા આ યાત્રાળુઓ, વરસાદ અને ભૂસ્ખલનને કારણે રસ્તાઓ બંધ થઈ જતાં આગળ વધી શક્યા ન હતા.
ઘટનાની જાણ થતાં રાજકોટ કલેક્ટરે રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળને જાણ કરતા ઝડપી કાર્યવાહી કરાઇ. સતામંડળના અધિકારીઓએ માહિતી આપી કે તમામ 47 યાત્રાળુઓ સુરક્ષિત છે અને હવે રસ્તો ફરી ખુલી ગયો હોવાથી તેઓ સોનપ્રયાગ જવા રવાના થઈ ગયા છે.
Site Admin | સપ્ટેમ્બર 3, 2025 7:09 પી એમ(PM)
ઉત્તરાખંડના ગૌરીકુંડ નજીક ફસાયેલા ગુજરાતના 47 વરિષ્ઠ નાગરિકોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા