ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લાના ધારાલી-હરસિલ વિસ્તારમાં રાહત અને બચાવ કામગીરી પૂર ઝડપે ચાલી રહી છે. ગઇકાલે ચિનૂક હેલિકોપ્ટર મદદે આવતા બચાવ કાર્યમાં વેગ આવ્યો છે. ગઇકાલે સાંજે છ વાગ્યા સુધી, ગંગોત્રી વિસ્તારમાંથી 372 લોકોને સુરક્ષિત રીતે બચાવી હર્ષિલ લાવવામાં આવ્યા છે. ફસાયેલા લોકો માટે પીવાનું પાણી, દવાઓ, ભોજન વગેરેની વ્યવસ્થા કરવામાં આવી છે.મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ ગઇકાલે બચાવ કાર્યની સમીક્ષા કરી હતી. અને વીજળી, પાણી, સંદેશાવ્યવહાર, માર્ગ જોડાણ સહિત મૂળભૂત સુવિધા ઝડપથી પુનઃસ્થાપિત કરવા નિર્દેશ આપ્યો હતો.દરમિયાન હિમાચલ પ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં વરસાદમાં થોડી રાહત મળી છે. જોકે, મુશળધાર વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનને કારણે, રાજ્યભરમાં બે રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને 452 રસ્તાઓ ટ્રાફિક માટે બંધ છે. આ ચોમાસામાં અત્યાર સુધીમાં, રાજ્યમાં 58 પૂર, 30 વાદળ ફાટવાના અને 51 ભૂસ્ખલનના બનાવો નોંધાયા છે. વરસાદ સંબંધિત ઘટનાઓમાં 202 લોકોનાં મોત થયા છે, જ્યારે 37 લોકો હજુ પણ ગુમ થયાના અહેવાલ છે.
Site Admin | ઓગસ્ટ 8, 2025 10:01 એ એમ (AM)
ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લાના ધારાલી-હરસિલ વિસ્તારમાં રાહત અને બચાવ કામગીરી પૂર ઝડપે-હેલિકોપ્ટર મદદે આવતા બચાવ કાર્યમાં વેગ આવ્યો
