ઉત્તરાખંડના અલમોડામાં એક બસ અકસ્માતમાં 20 મુસાફરોના મોત થયા છે. અહેવાલ અનુસાર ગઢવાલથી કુમાઉ જતી આ બસ કુપીગામ નજીક 200 મીટર ઉંડી ખીણમાં ખાબકી હતી. બસમાં અંદાજે 40 મુસાફરો સવાર હતા, જેથી મૃત્યુઆંક વધવાની શક્યતા છે. પોલીસ અને SDRFના જવાનોએ ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.
Site Admin | નવેમ્બર 4, 2024 2:53 પી એમ(PM)
ઉત્તરાખંડના અલમોડામાં એક બસ અકસ્માતમાં 20 મુસાફરોના મોત