ઉત્તરાખંડનાં દેહરાદૂનમાં આજે વિશ્વ આયુર્વેદ કોંગ્રેસ અને આરોગ્ય એક્સ્પોની દસમી આવૃત્તિનું સમાપન થયું. આ આવૃત્તિમાં 12 હજાર પ્રતિનિધિઓનીનોંધણી થઈ હતી. કાર્યક્રમમાં 54 દેશોએ ભાગ લીધો હતો, જેમાં 300 વિદેશી પ્રતિનિધિઓનોસમાવેશ થાય છે.ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે ગોવામાં યોજાયેલી નવમી આવૃત્તિમાં 5 હજાર 102 પ્રતિનિધિઓએ નોંધણી કરાવી હતી.ઉત્તરાખંડનામુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ વિશ્વ આયુર્વેદ કોંગ્રેસ અને આરોગ્ય એક્સપોના સફળઆયોજન બદલ દેશ-વિદેશના પ્રતિનિધિઓનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે ચાર દિવસનાકાર્યક્રમ દરમિયાન આયુષ ભૂમિ ઉત્તરાખંડમાં ઘણી મહત્વપૂર્ણ ચર્ચાઓ થઈ, જેના દૂરગામી પરિણામો આવશે.
Site Admin | ડિસેમ્બર 15, 2024 6:40 પી એમ(PM)
ઉત્તરાખંડનાં દેહરાદૂનમાં આજે વિશ્વ આયુર્વેદ કોંગ્રેસ અને આરોગ્ય એક્સ્પોની દસમી આવૃત્તિનું સમાપન થયું
