ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

એપ્રિલ 1, 2025 3:09 પી એમ(PM)

printer

ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમામાં શ્રદ્ધાળુઓ માટે દરેક ઘાટ પર સાત જેટલા આરોગ્ય સ્ટૉલ બનાવાયા

ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમામાં શ્રદ્ધાળુઓ માટે દરેક ઘાટ પર સાત જેટલા આરોગ્ય સ્ટૉલ બનાવાયા છે. નર્મદા પરિક્રમામાં રણછોડરાયના મંદિર પાસે શરૂ કરાયેલા આરોગ્ય સ્ટૉલમાં હાજર ડૉ. પ્રવિણ વસાવાએ જણાવ્યું કે, રણછોડરાય મંદિરથી લઈ શહેરાવ ઘાટ સુધી આ વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં આરોગ્ય કર્મચારીઓ 24 કલાક પરિક્રમાવાસીઓ માટે ખડેપગે રહેશે.
તંત્ર દ્વારા સુરક્ષા, આરોગ્ય, પીવાનું પાણી, નાવડીમાં મુસાફરી કરતી વખતે કોઈ મુશ્કેલી ન પડે તે માટે રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ- SDRFની ટીમ પણ કાર્યરત્ કરવામાં આવી છે.