જાન્યુઆરી 6, 2026 7:20 પી એમ(PM)

printer

ઉત્તરપ્રદેશમાં S.I.R. પ્રક્રિયા બાદ મુસદ્દા મતદાર યાદી જાહેર

ચૂંટણી પંચે મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા – S.I.R. પ્રક્રિયા બાદ ઉત્તરપ્રદેશની મુસદ્દા મતદાર યાદી જાહેર કરી છે. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી નવદીપ રિન્વાએ આજે બપોરે લખનઉમાં પત્રકારોને જણાવ્યું, આ યાદીમાં 12 કરોડ 55 લાખ 56 હજાર 25 મતદારના નામ છે. તેમણે કહ્યું, વર્તમાન મતદાર યાદીના 81 પૂર્ણાંક ત્રણ ટકા મતદારોએ નવી મુસદ્દા મતદાર યાદીમાં પોતાનું નામ નોંધાવ્યું છે.
નવી મુસદ્દા મતદાર યાદીમાં કુલ બે કરોડ 89 લાખ મતદારોના નામ મળ્યા નથી. જ્યારે મૃતક મતદારોની સંખ્યા 46 લાખથી વધુની છે. બે કરોડ 17 લાખ મતદારોના નામ બૂથ સ્તરના અધિકારીઓ દ્વારા કરાયેલી S.I.R. પ્રક્રિયા દરમિયાન મળ્યા ન હોવાનું જણાયું છે.
રાજ્યની મતદાર યાદીની અંતિમ પ્રકાશન છ માર્ચે કરાશે. ત્યારબાદ મતદારોને દાવા અને વાંધાઓ રજૂ કરવા માટે એક મહિનાનો સમય અપાશે.