રાજ્યનાં ખેલાડી અપકિશા ગામીતે ઉત્તરપ્રદેશમાં ભાલાફેંક રમતમાં કાંસ્ય ચંદ્રક જીત્યો છે. લખનઉમાં યોજાયેલી 69-મી રાષ્ટ્રીય શાળા રમતમાં તેમણે ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું. અપકિશા ગામીતે આ સ્પર્ધાની જૅવેલિન થ્રો ઇવેન્ટમાં 46.78 મીટર દૂર ભાલો ફેંકી તેમણે આ સિદ્ધિ હાંસલ કરી છે.
નડિયાદ સ્ટૅટ ઍથ્લૅટિક્સ અકાદમી ખાતે હાલ તાલીમ લઈ રહેલાં આ ખેલાડીને ગુજરાત રાજ્ય રમતગમત સત્તામંડળ સહિત તેમનાં પ્રશિક્ષક સહિતના તમામ લોકોએ અભિનંદન પાઠવ્યાં છે.
Site Admin | ડિસેમ્બર 21, 2025 7:13 પી એમ(PM)
ઉત્તરપ્રદેશમાં યોજાયેલી ભાલાફેંક સ્પર્ધામાં નડિયાદનાં ખેલાડી અપકિશા ગામીતે કાંસ્ય ચંદ્રક જીત્યો