પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કહ્યું, ગત 11 વર્ષમાં તેમની સરકાર સમાજના દરેક નાગરિકના વિકાસ માટે તનતોડ મહેનત કરી રહી છે અને કોઈ પણ ભેદભાવ વગર લોકોને યોજનાઓનો લાભ આપી રહી છે. આ યોગ્ય શાસન અને સાચી ધર્મનિરપેક્ષતાનું પ્રતીક છે. પ્રધાનમંત્રી મોદીએ પૂર્વ પ્રધાનમંત્રી ભારતરત્ન સ્વર્ગીય અટલબિહારી વાજપેયીની 101-મી જન્મજયંતી નિમિત્તે લખનઉમાં એક જનસભાને સંબોધતાં આ વાત કહી.
તેમણે લખનઉમાં સ્વતંત્ર ભારતની મહાન લોકોના વારસાને માન આપવા તૈયાર કરાયેલા રાષ્ટ્ર પ્રેરણા સ્થળનું પણ લોકાર્પણ કર્યું. સરકારી યોજનાઓનો 100 ટકા લાભ લોકો સુધી પહોંચાડવો એ સરકારનો ઉદ્દેશ હોવાનું પણ તેમણે ઉંમેર્યું.
ઉત્તરપ્રદેશની બદલાયેલી છબીનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું, હવે આ રાજ્ય વિકાસનું પર્યાય બની ગયું છે.
Site Admin | ડિસેમ્બર 25, 2025 7:53 પી એમ(PM)
ઉત્તરપ્રદેશમાં જનસભાને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, તેમની સરકાર દરેક નાગરિકના વિકાસ માટે મહેનત કરી રહી છે