ઉત્તરપ્રદેશમાં, આજે સવારે ગોંડામાં થયેલા એક માર્ગ અકસ્માતમાં 11 લોકોના મોત અને ચાર ઇજાગ્રસ્ત થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર, પૃથ્વીનાથ મંદિર જઈ રહેલું 15 લોકોથી ભરેલું એક વાહન સરયુ નહેર પુલ પાસે કાબુ ગુમાવીને નહેરમાં પડી ગયું હતું. પોલીસે માહિતી આપી હતી કે નહેરમાંથી 11 મૃતદેહ મળી આવ્યા છે. ચાર લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અકસ્માતમાં થયેલા જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો છે. સોશિયલ મીડિયા સંદેશમાં, તેમણે દરેક મૃતકના પરિવારને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી 2 લાખ રૂપિયાની સહાય અને ઇજાગ્રસ્તોને 50 હજાર રૂપિયા આપવામાં આવશે.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું છે અને મૃતકોના પરિવારજનો માટે પાંચ લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.
Site Admin | ઓગસ્ટ 3, 2025 8:16 પી એમ(PM)
ઉત્તરપ્રદેશમાં, ગોંડામાં થયેલા એક માર્ગ અકસ્માતમાં 11 લોકોના મોત અને ચાર ઇજાગ્રસ્ત
