ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ડિસેમ્બર 6, 2024 7:45 પી એમ(PM) | ઉત્તરપ્રદેશ

printer

ઉત્તરપ્રદેશમાં કન્નોજ જીલ્લામાં અને આગ્રા થી લખનઉ સુધીના એકસપ્રેસ વે ઉપર આજે થયેલા માર્ગ અકસ્માતમાં આઠ લોકોના મોત થયાં

ઉત્તરપ્રદેશમાં કન્નોજ જીલ્લામાં અને આગ્રા થી લખનઉ સુધીના એકસપ્રેસ વે ઉપર આજે થયેલા માર્ગ અકસ્માતમાં આઠ લોકોના મોત થયાં છે. અને 18 જણાંને ઇજા થઇ છે. લખનઉથી દિલ્હી જતી ડબલડેકર બસના ડ્રાઇવરે સ્ટિંયરીંગ વ્હીલ પરનો કાબૂ ગુમાવતાં બસ ટ્રક સાથે અથડાઇ હતી, આ દુર્ઘટનામાં ઇજા પામેલાઓને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. જળશક્તિ રાજયમંત્રી સ્વતંત્રદેવ સિંહે ઘટના સ્થળે જઇને માહીતી મેળવી હતી. અને ઇજાગ્રસ્તોને સારી સારવાર મળે તે માટે જરૂરી સુચનાઓ આપી હતી.