ઉત્તરપ્રદેશના હરદોઈ જિલ્લામાં આજે સવારે કાર અને ખાનગી બસ વચ્ચે અકસ્માત સર્જાતા પાંચ લોકોના મોત નીપજ્યા છે. જ્યારે ચાર લોકો ઈજાગ્રસ્ત થયાના અહેવાલ છે. અધિક પોલીસ અધિક્ષક પૂર્વી નૃપેન્દ્ર કુમારે જણાવ્યું કે, મલ્લાવાં વિસ્તારમાંથી માહિતી મળી હતી કે, ગોરાઈ ચાર રસ્તા પાસે એક કાર લગ્ન સમારોહથી પરત આવી રહી હતી. દરમિયાન કારચાલકે કાબૂ ગુમાવતા કાર જાનૈયાઓ ભરેલી બસ સાથે અથડાઈ ગઈ હતી. બંને વાહનોની ટક્કરના કારણે પાંચ લોકોના મોત નીપજ્યા છે.
સ્થાનિક પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી. દરમિયાન ઈજાગ્રસ્તોને નજીકની હૉસ્પિટલમાં દાખલ કર્યા બાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Site Admin | નવેમ્બર 25, 2024 2:23 પી એમ(PM)
ઉત્તરપ્રદેશના હરદોઈ જિલ્લામાં આજે સવારે કાર અને ખાનગી બસ વચ્ચે અકસ્માત સર્જાતા પાંચ લોકોના મોત નીપજ્યા છે
