ઉત્તરપ્રદેશના હરદોઈ જિલ્લામાં એક ટ્રક અને ઑટોરિક્ષા વચ્ચે અકસ્માત થતાં 6મહિલા, 3 બાળક સહિત ઓછામાં ઓછા 10 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયાના અહેવાલ છે. હરદોઈના પોલીસ અધીક્ષક નીરજ જાદૌને કહ્યું કે, આ ઘટના હરદોઈના રોશનપુર ગામમાં સર્જાઈ હતી, જ્યાં અચાનક ટક્કર લાગવાથી યાત્રિઓનું મોત નીપજ્યું છે. તેમણે કહ્યું કે, સંપૂર્ણ તપાસ બાદ જ સાચું કારણ જાણી શકાશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકો પ્રત્યે શોક વ્યક્ત કર્યો છે. તેમજ પ્રધાનમંત્રીએ દરેક મૃતકના પરિવારજનોને પ્રાધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી 2 લાખ રૂપિયાની રકમની સહાય આપવાની પણ જાહેરાત કરી હતી. જ્યારે ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયા અપાશે. શ્રી મોદીએ ઈજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થાય તેની પ્રાર્થના પણ કરી હતી.
Site Admin | નવેમ્બર 6, 2024 7:52 પી એમ(PM)
ઉત્તરપ્રદેશના હરદોઈ જિલ્લામાં એક ટ્રક અને ઑટોરિક્ષા વચ્ચે અકસ્માત થતાં 6મહિલા, 3 બાળક સહિત ઓછામાં ઓછા 10 લોકોના મોત નીપજ્યા
