ઉત્તરપ્રદેશના વારાણસીમાં દસ દિવસ માટેની કાશી તમિલ સંગમમની ત્રીજી આવૃત્તિનો આજે આરંભ થયો છે. આ કાર્યક્રમમાં અગસ્થ્યારમુનીએ ભારતીય ચિકિત્સા પદ્ધતિ, પ્રાચીન તમિલ સાહિત્ય, દેશની સાંસ્કૃતિક એકતા મજબૂત બનાવવામાં આપેલ યોગદાનની વિગતો કેન્દ્રમાં રખાઇ છે. આ કાર્યક્રમમાં પરિસંવાદો, કાર્યશાળાઓ તેમજ પુસ્તકોનું વિમોચન જેવા કાર્યક્રમો યોજાશે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી એલ.મુરૂગન અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ સાંસ્કૃતિક કાર્યક્રમનો આરંભ કરાવ્યો હતો. વિવિધ મંત્રાલયો અને ઉત્તરપ્રદેશ સરકારના ઉપક્રમે યોજાઇ રહેલા આ સાંસ્કૃતિક કાર્યક્રમનો હેતુ તમિલનાડુ અને કાશી વચ્ચેના સાંસ્કૃતિક સંબંધો મજબૂત બનાવવાનો છે.
Site Admin | ફેબ્રુવારી 15, 2025 8:12 પી એમ(PM)
ઉત્તરપ્રદેશના વારાણસીમાં દસ દિવસ માટેની કાશી તમિલ સંગમમની ત્રીજી આવૃત્તિનો આજે આરંભ થયો છે
