કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે વારાણસીમાં ચોથા કાશી તમિલ સંગમમ-નો પ્રારંભ કરાવ્યો. તમિળનાડુના એક હજાર 400થી વધુ પ્રતિનિધિ આ આયોજનમાં ભાગ લઈ રહ્યા છે. વિદ્યાર્થીઓ અને અન્ય સહભાગીઓનું પહેલું સમૂહ કન્યાકુમારીથી આજે સવારે કાશી પહોંચ્યું, જ્યાં સમૂહ તમિલ કરકલમ – તમિળ શીખોની વિષયવસ્તુ સાથેના આ આયોજનમાં સામેલ થયું. આ સહભાગીઓએ બાબા વિશ્વનાથના દર્શન કર્યા અને મંદિરની ઐતિહાસિક વાસ્તુકળાને નિહાળી. બાદમાં તેમણે BHU-માં શૈક્ષણિક સત્રમાં પણ ભાગ લીધો.
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી એલ. મુરુગને નમો ઘાટ પર કાશી તમિલ સંગમમ સાથે સંબંધિત ચિત્રોની પ્રદર્શનીનું પણ ઉદ્ઘાટન કર્યું. આ આયોજન 15 ડિસેમ્બર સુધી ચાલશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, આ કાર્યક્રમ એક ભારત, શ્રેષ્ઠ ભારતની ભાવનાને વધુ મજબૂત બનાવે છે. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીએ કાશીના લોકોના યાદગાર પ્રવાસની પણ પ્રાર્થના કરી.
Site Admin | ડિસેમ્બર 2, 2025 7:37 પી એમ(PM)
ઉત્તરપ્રદેશના વારણસીમાં ચોથા કાશી તમિલ સંગમમ-નો આજથી પ્રારંભ