ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જાન્યુઆરી 30, 2025 7:45 પી એમ(PM) | ઉત્તરપ્રદેશ

printer

ઉત્તરપ્રદેશના મુખ્યસચિવ મનોજકુમાર સિંહ અને રાજ્ય પોલીસ વડા પ્રશાન્ત કુમારે આજે પ્રયાગરાજના મહાકુંભમાં આવેલા સંગમ ઘાટની મુલાકાત લઈ ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું

ઉત્તરપ્રદેશના મુખ્યસચિવ મનોજકુમાર સિંહ અને રાજ્ય પોલીસ વડા પ્રશાન્ત કુમારે આજે પ્રયાગરાજના મહાકુંભમાં આવેલા સંગમ ઘાટની મુલાકાત લઈ ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું હતું. બંને ઉચ્ચ અધિકારીએ પરિસ્થિતિ અને સુરક્ષા વ્યવસ્થાની પણ સમીક્ષા કરી હતી. દરમિયાન મહાકુંભ મેળાના અધિકારી વિજય કિરણ આનંદ અને D.I.G. વૈભવ ક્રિશ્ના પણ ઉપસ્થિત રહ્યા હતા. બંને અધિકારીઓએ સ્વરૂપ રાની નેહરૂ હૉસ્પિટલની મુલાકાત લઈ ઈજાગ્રસ્તોના ખબરઅંતર પૂછ્યા હતા.
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગઈકાલે મુખ્યસચિવ અને રાજ્ય પોલીસ વડાને ઘટનાની તપાસ કરી તેનો અહેવાલ સુપરત કરવા આદેશ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે, સંગમ ઘાટ નજીક આપેલા અખાડા માર્ગ પર ગઈકાલે થયેલી ધક્કામુક્કીમાં 30 જેટલા લોકોએ જીવ ગુમાવ્યા હતા.