ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું, વિકસિત ભારત – જી રામ જી કાયદો 2025 દેશના ગ્રામીણ વિકાસના ક્ષેત્રમાં મહત્વની સિદ્ધિ તરીકે સાબિત થશે અને તે વિકસિત ભારતનો પાયો નાખશે. લખનઉના લોકભવનમાં વર્ષની પહેલી મંત્રીમંડળની બેઠક બાદ શ્રી આદિત્યનાથે કેન્દ્ર સરકારના આ નિર્ણયની પ્રશંસા કરતા તેને મહત્વનો કાયદો ગણાવ્યો.
શ્રી આદિત્યનાથે કહ્યું, આ કાયદાને પારદર્શક પ્રક્રિયા સુનિશ્ચિત કરવા, રોજગારની તકનું સર્જન કરવા, બાંહેધરી આપવા અને ગ્રામીણ ક્ષેત્રમાં સ્થાયી મિલકતનું નિર્માણ કરવા પસાર કરાયો છે. તેનાથી ગ્રામીણ માળખાકીય સુવિધામાં વધારો થશે.
Site Admin | જાન્યુઆરી 6, 2026 7:30 પી એમ(PM)
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીએ વિકસિત ભારત – જી રામ જી કાયદો ગ્રામીણ વિકાસ ક્ષેત્રે મહત્વની સિદ્ધિ તરીકે સાબિત થશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો.