ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં પહોંચવા રાજ્યમાં આવતીકાલે સોમવારથી AC વૉલ્વો બસ સેવા શરૂ કરાશે.

ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં પહોંચવા રાજ્યમાં આવતીકાલે સોમવારથી AC વૉલ્વો બસ સેવા શરૂ કરાશે. પ્રથમ દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર સર્કિટ હાઉસથી આ યાત્રાને પ્રસ્થાન કરાવશે. ત્યારબાદ દરરોજ સવારે સાત વાગે અમદાવાદના રાણિપ એસ.ટી. ડેપો, અમદાવાદથી AC વૉલ્વો બસ પ્રયાગરાજ જશે.
8 હજાર 100 રૂપિયામાં પ્રતિ વ્યક્તિ 3 રાત્રિ, 4 દિવસનું પેકેજ શ્રદ્ધાળુઓ માટે ST નિગમ અને પ્રવાસન વિભાગનાં સંયુક્ત ઉપક્રમે તૈયાર કરાયું છે. આ પેકેજમાં ત્રણ રાત્રિ માટે રોકાણ અને બસ મુસાફરીનો સમાવેશ કરાયો છે. રાત્રિ રોકાણ પ્રયાગરાજમાં ગુજરાત પેવેલિયનની શયનખંડમાં રહેશે. પ્રયાગરાજ પેકેજનું બુકિંગ ગઈકાલથી એસટી નિગમની વેબસાઈટ WWW.GSRTC.IN મારફતે કરી શકાશે.