ઉત્તરપ્રદેશના પીલીભીતમાં પોલીસ અથડામણમાં, ત્રણ ખાલિસ્તાન સમર્થક આતંકવાદીઓ ઠાર મરાયા છે..
આજે સવારે પંજાબ અને ઉત્તરપ્રદેશ પોલીસની ટીમે સંયુક્ત કાર્યવાહીમાં આ સફળતા મળી છે. આ અથડામણમાં બે પોલીસ કર્મચારીઓ પણ ઇજાગ્રસ્ત થયા છે. પોલીસના જણાવ્યા મુજબ,” ગુરવિંદર સિંહ, વીરેન્દ્ર સિંહ ઉર્ફે રવિ, જસનપ્રીત સિંહ ઉર્ફે પ્રતાપ સિંહ આ ત્રણેય આતંકીઓ પીલીભીત જિલ્લાના પુરનપુર વિસ્તારમાં સંતાયેલા હતા. તેમની ઉંમર 18 થી 25 વર્ષની છે. ત્રણેય પંજાબના રહેવાસી છે.
પોલીસનું કહેવું છે કે,” આ અથડામણમાં, બે પોલીસકર્મી શાહનવાઝ અને સુમિત રાઠી ઇજાગ્રસ્ત થતાં તેમણે હોસ્પિટલમાં દાખલ કરાયા છે.. આતંકવાદીઓ પાસે, એકે 47 મળી છે. ઘટનાની જાણ થતાં જ વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.
Site Admin | ડિસેમ્બર 23, 2024 2:21 પી એમ(PM)
ઉત્તરપ્રદેશના પીલીભીતમાં પોલીસ અથડામણમાં, ત્રણ ખાલિસ્તાન સમર્થક આતંકવાદીઓ ઠાર મરાયા છે
