સરકારે ઉત્તર પ્રદેશના આગ્રામાં આંતરરાષ્ટ્રીય બટાટા કેન્દ્ર અને દક્ષિણ એશિયા પ્રાદેશિક કેન્દ્રની સ્થાપના કરવાનો નિર્ણય લીધો છે. ગઈ કાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા લેવામાં આવેલા નિર્ણયો અંગે માધ્યમોને માહિતી આપતા માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, આ કેન્દ્રની સ્થાપનાથી બટાટા અને શક્કરિયાની ઉત્પાદકતા, લણણી પછીના વ્યવસ્થાપન અને મૂલ્ય સંવર્ધનમાં સુધારો કરીને ખાદ્ય અને પોષણ સુરક્ષા, ખેડૂતોની આવક વધારવામાં અને રોજગારીનું સર્જન કરવામાં મદદ મળશે.
શ્રી વૈષ્ણવે જણાવ્યું કે, સરકારે ત્રણ હજાર 626 કરોડ રૂપિયાના ખર્ચે પૂણે મેટ્રો રેલ પ્રોજેક્ટના બીજા તબક્કાના વિસ્તરણની દરખાસ્તને મંજૂરી આપી દીધી છે.
Site Admin | જૂન 26, 2025 9:26 એ એમ (AM)
ઉત્તરપ્રદેશના આગ્રામાં આંતરરાષ્ટ્રીય બટાટા કેન્દ્રની સ્થાપના કરવાનો મંત્રીમંડળનો નિર્ણય.