ઉત્તરપ્રદેશના ઈટાવા જિલ્લામાં આવેલા આગરા-લખનઉ એક્સપ્રેસ-વે પરથી બસ નીચે પડી જતા સાત લોકોના મોત નીપજ્યા છે. જ્યારે 35થી વધુ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ગઈકાલે રાત્રે બસ કાર સાથે અથડાતા આ અકસ્માત સર્જાયો હતો.
ઈટાવાના સ્થાનિક નિરીક્ષણ અધિકારીએ આકાશવાણી સમાચાર સાથેની વાતચીતમાં જણાવ્યું કે, નાગાલેન્ડ રાજ્યના પાસિંગની ડબલ ડેકર બસ રાયબરેલીથી દિલ્હી જઈ રહી હતી. દરમિયાન બસ કાર સાથે અથડાતા ચાલકે કાબૂ ગુમાવતા બસ પલટી ગઈ હતી.