ડિસેમ્બર 31, 2025 2:21 પી એમ(PM)

printer

ઉત્તરપ્રદેશનાં રાજ્યપાલ આનંદીબેન પટેલે ગઈકાલે ગાંધીનગરના રાષ્ટ્રીય ન્યાયસહાયક વિજ્ઞાન વિશ્વવિદ્યાલય – NFSUની મુલાકાત લીધી.

ઉત્તરપ્રદેશનાં રાજ્યપાલ આનંદીબેન પટેલે ગઈકાલે ગાંધીનગરના રાષ્ટ્રીય ન્યાયસહાયક વિજ્ઞાન વિશ્વવિદ્યાલય – NFSUની મુલાકાત લીધી. તેમની ઉપસ્થિતિમાં ઉત્તરપ્રદેશની ત્રણ વિશ્વ-વિદ્યાલયે ન્યાયસહાયક વિજ્ઞાન ક્ષેત્રમાં ક્ષમતા-નિર્માણ માટે NFSU સાથે સમજૂતી કરાર કર્યા.
આ પ્રસંગે લોકોને સંબોધતાં સુશ્રી પટેલે કહ્યું, ગુજરાતે શિક્ષણ ક્ષેત્રે પણ પોતાને એક આદર્શ રાજ્ય તરીકે સ્થાપિત કર્યું છે. 70થી વધુ વિશ્વ-વિદ્યાલય સાથે ગુજરાત વિવિધ શાખામાં શૈક્ષણિક પ્રગતિની વિશાળ તક પૂરી પાડે છે. આ વિશ્વ-વિદ્યાલયોમાં NFSU ન્યાયસહાયક વિજ્ઞાનને સમર્પિત એક વિશેષ વિશ્વ-વિદ્યાલય તરીકે કામ કરી રહી છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.