ઉત્તરપૂર્વ અને દક્ષિણ ભારતનાં કેટલાક રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. અમારા સંવાદદાતા જણાવે છે કે,બેંગ્લુરુમાં ભારે વરસાદથી શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાથી સમસ્યા ઉભી થઈ છે. શહેરમાં ગઈ કાલે રાત્રે એક ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો.
ઝારખંડમાં ભારે વરસાદ અને વીજળી ત્રાટકવાથી છ વ્યક્તિનાં મૃત્યુ થયા છે અને પાંચને ઇજા થઈ છે. હવામાન વિભાગે રાંચી સહિતનાં 10 જિલ્લામાં યલો એલર્ટ જારી કર્યો છે. આ ઉપરાંત આસામ,મેઘાલય અને ત્રિપુરામાં પણ ભારે વરસાદના અહેવાલ છે.
હવામાન વિભાગે આગામી બે દિવસ દરમિયાન કર્ણાટકમાં પણ ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. હવામાન વિભાગના વરિષ્ઠ વૈજ્ઞાનિક આર.કે. જેનામણીએ જણાવ્યું કે આવતીકાલથી મુંબઈમાં પણ મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. તેમણે કહ્યું કે દેશના ઉત્તરીય ભાગોમાં ગરમી વધવાની કોઈ શક્યતા નથી.
Site Admin | મે 20, 2025 2:05 પી એમ(PM)
ઉત્તરપૂર્વ અને દક્ષિણ ભારતનાં કેટલાંક રાજ્યોમાં ભારે વરસાદથી જનજીવન ખોરવાયું.