ભારતીય સેનાએ જણાવ્યું કે, ઉત્તરકાશીના ધારાલીમાં વાદળ ફાટ્યા બાદ ફસાયેલા લોકોને શોધવા અને મદદ કરવા માટે તમામ ઉપલબ્ધ સંસાધનોનો ઉપયોગ કરીને શોધ અને બચાવ કામગીરી ચાલુ છે.સેનાએ જણાવ્યું કે, 20થી વધુ નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. ઘાયલોને હર્ષિલના આર્મી મેડિકલ સેન્ટરમાં તબીબી સંભાળ આપવામાં આવી રહી છે. 150 સેનાના જવાનો 10 મિનિટમાં ઘટનાસ્થળે પહોંચી ગયા અને તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી દીધી. મુખ્યમંત્રી પુશકરસિંહ ધામીએ જણાવ્યુ કે, રાહત અને બચાવ કાર્ય ચાલુ છે.
Site Admin | ઓગસ્ટ 6, 2025 7:41 એ એમ (AM)
ઉત્તરકાશીના ધારાલીમાં વાદળ ફાટ્યા બાદ ફસાયેલા લોકોને શોધવા યુધ્ધના ધોરણે બચાવ કામગીરી
