સાબરકાંઠામાં હિંમતનગર અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી એટલે કે, HUDAની રચનાના નિર્ણયને રાજ્ય સરકારે હાલ પુરતો સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ગઈકાલે હિંમતનગર અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટીની રચના મુદ્દે સંબંધિત ગામોના આગેવાનો અને ગ્રામજનો સાથે બેઠક યોજાઈ હતી. HUDA મુદ્દે સંબધિત ૧૧ ગામના આગેવાનો તથા ગ્રામજનોના તમામ મુદ્દાઓ કાળજીપૂર્વક સાંભળીને રાજ્ય સરકારે હિંમતનગર અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી બનાવવાના નિર્ણયને હાલ સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે.
Site Admin | ડિસેમ્બર 18, 2025 9:37 એ એમ (AM)
ઉચ્ચ સ્તરીય બેઠક બાદ હિંમતનગરમાં હુડાનો નિર્ણય હાલ પુરતો સ્થગિત કરાયો