ઈસ્લામ ધર્મનાં પૈગંમ્બર હઝરત મોહમ્મદ રસૂલલાનાં જન્મદિવસ નિમિત્તે આજે ઈદે-મિલાદ ઉજવાશે. જે અંતર્ગત આજે અમદાવાદમાં ભવ્ય જુલૂસનું આયોજન કરાયું છે. આજે બપોરે જમાલપુર દરવાજા ખાતેથી જગન્નાથ મંદિરનાં મહંત, જામા મસ્જિદનાં આલમ, કોર્પોરેશનનાં પદાધિકારીઓ તથા હિન્દુ-મુસ્લિમ સમાજનાં ધાર્મિક અગ્રણીઓ આ જુલૂસને પ્રસ્થાન કરાવશે. આ જુલૂસ જમાલપુરથી ખમાસા થઈ વિવિધ વિસ્તારોમાં ફરશે. અને કુરેશી ચોક ખાતે ધાર્મિક સભા બાદ પૂર્ણ થશે. આ જુલૂસમાં ઘોડાગાડી, વિવિધ ટેબ્લો, અખાડા, અલમ પાર્ટી જોડાશે.
Site Admin | સપ્ટેમ્બર 5, 2025 8:50 એ એમ (AM)
ઈસ્લામ ધર્મનાં પૈગંમ્બર હઝરત મોહમ્મદ રસૂલલાનાં જન્મદિવસ નિમિત્તે આજે ઈદે-મિલાદ ઉજવાશે
