ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 21, 2025 7:55 પી એમ(PM)

printer

ઈસરોના અધ્યક્ષ વી. નારાયણને કહ્યું 2015થી 2025 વચ્ચે પૂર્ણ થયેલા મિશન 2005થી 2015 સુધી થયેલા મિશન કરતા લગભગ બમણા છે

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા-ઈસરોના અધ્યક્ષ વી. નારાયણને આજે નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદમાં કહ્યું કે 2015 થી 2025 વચ્ચે પૂર્ણ થયેલા મિશન 2005 થી 2015 વચ્ચે પૂર્ણ થયેલા મિશન કરતા લગભગ બમણા છે.
તેમણે કહ્યું કે એક્સિયમ ફોર મિશન એક પ્રતિષ્ઠિત મિશન છે કારણ કે શુભાંશુ શુક્લા આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર જનારા અને સલામત રીતે પરત ફરનારા પહેલા ભારતીય બન્યા છે.
તેમણે કહ્યું કે અવકાશ ઉદ્યોગમાં ત્રણસો સ્ટાર્ટઅપ્સ બનાવાયાં છે. આ પ્રસંગે વાયુસેનાના ગ્રુપ કેપ્ટન અને અવકાશયાત્રી શુભાંશુ શુક્લાએ એક્સિયમ મિશનને શક્ય બનાવવા બદલ કેન્દ્ર સરકાર અને ઇસરો ટીમનો આભાર માન્યો.
તેમણે કહ્યું કે આ મિશનમાંથી મેળવેલ જ્ઞાન ભારતના આગામી ગગનયાન મિશન અને ભારત સ્પેસ સ્ટેશનની સ્થાપના માટે મૂલ્યવાન સાબિત થશે. ગ્રુપ કેપ્ટન શુક્લાએ સ્વદેશી માનવ અવકાશ મિશનના સ્વપ્નને સાકાર કરવા માટે દેશની ક્ષમતાઓમાં સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.