નવેમ્બર 15, 2025 7:48 પી એમ(PM)

printer

ઈશા સિંહે ઇજિપ્તમાં વિશ્વ નિશાનેબાજી સ્પર્ધામાં મહિલાઓની 25 મીટર પિસ્તોલ સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીત્યો

ઈશા સિંહે ઇજિપ્તના કાહિરામાં વિશ્વ નિશાનેબાજી સ્પર્ધામાં મહિલાઓની 25 મીટર પિસ્તોલ સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીત્યો છે. આ સાથે જ તેમણે પોતાનો પહેલો વ્યક્તિગત વિશ્વ વિજેતા ચંદ્રક પણ હાંસલ કર્યો. ઈશા સિંહના ચંદ્રકથી ભારતે સ્પર્ધામાં 10 ઑલિમ્પિક સ્પર્ધાઓમાં ઐતિહાસિક પ્રદર્શન કરીને એક સુવર્ણ, ચાર રજત અને બે કાંસ્ય ચંદ્રક જીત્યા છે.
ભારત કુલ મળીને ત્રણ સુવર્ણ, પાંચ રજત અને ચાર કાંસ્ય ચંદ્રક સાથે પૉઈન્ટ ટૅબલમાં ત્રીજા સ્થાન પર છે. જ્યારે ચીન 10 સુવર્ણ ચંદ્રક સાથે પહેલા અને કૉરિયા છ સુવર્ણ ચંદ્રક સાથે બીજા સ્થાન પર છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.