ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 30, 2025 7:51 પી એમ(PM)

printer

ઈલેક્ટ્રોનિક્સ મંત્રી અશ્વિની વૈષ્ણવે નોઈડામાં મોબાઈલ ફોન માટે દેશના પ્રથમ ટેમ્પર્ડ ગ્લાસ ઉત્પાદન પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું.

ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે ઉત્તર પ્રદેશના નોઈડામાં મોબાઈલ ફોન માટે દેશના પ્રથમ ટેમ્પર્ડ ગ્લાસ ઉત્પાદન પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે શ્રી વૈષ્ણવે કહ્યું કે ટેમ્પર્ડ ગ્લાસનું સ્વદેશી ઉત્પાદન મેક ઇન ઈન્ડિયા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝનની સફળતા તરફ એક મોટું પગલું છે.
છેલ્લા 11 વર્ષમાં ભારતમાં ઇલેક્ટ્રોનિક ઉત્પાદનોનું ઉત્પાદન છ ગણંે વધીને 11.5 લાખ કરોડ રૂપિયા થયું છે. જેમાં 3 લાખ કરોડ રૂપિયાથી વધુની નિકાસનો સમાવેશ થાય છે અને 25 લાખ લોકોને રોજગાર પણ મળ્યો છે.
શ્રી વૈષ્ણવે માહિતી આપી કે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં દેશનો GDP 7.8 ટકા વધ્યો છે. તેમણે કહ્યું કે ભારત ધીમે ધીમે મોબાઈલ ફોન સંબંધિત દરેક સામગ્રીનું ઉત્પાદન કરશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.