ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી રાજ્ય મંત્રી જિતિન પ્રસાદ આવતીકાલે નવી દિલ્હીમાં ઈન્ડિયા ઈન્ટરનેટ ગવર્નન્સ ફોરમની ચોથી આવૃત્તિનું ઉદ્ઘાટન કરશે. બે દિવસીય આ કાર્યક્રમમાં ડિજિટલ વિભાજનને દૂર કરવા, ઓનલાઈન વાતાવરણમાં વિશ્વાસ અને સલામતી વધારવા અને રાષ્ટ્ર નિર્માણ માટે અદ્યતન ટેકનોલોજીનો લાભ લેવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. તેમાં સુરક્ષિત, સમાવિષ્ટ અને નૈતિક રીતે સંચાલિત ઈન્ટરનેટની જરૂરિયાત પર પણ ભાર મૂકાશે. આ આવૃત્તિનો વિષય છે “ઈનોવેટિંગ ઈન્ટરનેટ ગવર્નન્સ ફોર ઈન્ડિયા.”
Site Admin | ડિસેમ્બર 8, 2024 7:36 પી એમ(PM) | જિતિન પ્રસાદ
ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી રાજ્ય મંત્રી જિતિન પ્રસાદ આવતીકાલે નવી દિલ્હીમાં ઈન્ડિયા ઈન્ટરનેટ ગવર્નન્સ ફોરમની ચોથી આવૃત્તિનું ઉદ્ઘાટન કરશે
