ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

એપ્રિલ 19, 2025 6:58 પી એમ(PM)

printer

ઈલેક્ટ્રિક વાહનો પર ઉચ્ચક વાહન વેરાનો દર6 ટકાથી ઘટાડીને માત્ર એક ટકા કરાયો 

ટકાઉ પરિવહનને પ્રોત્સાહન આપવા, રાજ્ય સરકારે  ઇલેક્ટ્રીક વાહનો પરનાઉચ્ચક વાહન વેરાનો દર 6 ટકાથી ઘટાડીને માત્ર એક ટકા કરવાનીજાહેરાત કરી છે. નવો વાહન વેરા દર આગામી 31 માર્ચ, 2026 સુધી અમલમાં રહેશે. જે દરમિયાન, સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક વાહનો પર નાગરિકોને 5% ટેક્સ છૂટ આપવામાં આવશે.આ સુધારા સાથે મેક્સી કેટેગરીમાં પ્રવાસી વાહનની ક્ષમતા મુજબ હાલમાંઅમલી 8 ટકા તથા 12 ટકાના દરને પણ ઘટાડીને 6 ટકા કરવામાં આવ્યો છે. નાગરિકો હવે વાહન 4.0 પોર્ટલ દ્વારા તેમના ઇલેક્ટ્રિક વાહનોની ઓનલાઈન નોંધણી કરાવી શકે છેઅને તેનો સીધો લાભ મેળવી શકે છે. આ દર ઘટતા ઇલેક્ટ્રિક બેટરીથી સંચાલિત વાહનોનો વ્યાપ વધશે અને પર્યાવરણનાસંરક્ષણની સાથે શાશ્વત વિકાસને પણ પ્રોત્સાહન મળશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ