ઈરાની મીડિયા અનુસાર, ઈરાન યુકે, ફ્રાન્સ અને જર્મની સાથે પરમાણુ વાટાઘાટો કરવા માટે સૈદ્ધાંતિક રીતે સંમત થયું છે. શુક્રવારે નાયબ વિદેશ મંત્રી સ્તરે વાટાઘાટો થવાની અપેક્ષા છે અને તે ઈરાનની અમેરિકા સાથેની પરોક્ષ વાટાઘાટોથી અલગ હશે.આ દેશો મૂળ 2015 ના પરમાણુ કરારનો ભાગ હતા, જે અમેરિકાએ 2018 માં રાષ્ટ્રપતિ ટ્રમ્પના નેતૃત્વ હેઠળ પડતો મૂક્યો હતો. ઈરાન અને અમેરિકા વચ્ચે વાટાઘાટોના આયોજિત રાઉન્ડના થોડા દિવસો પહેલા, 13 જૂને ઈઝરાયલે ઈરાન પર હુમલો કર્યા પછી આ કરારને ફરી શરૂ કરવાના પ્રયાસો અટકી ગયા હતા.
Site Admin | જુલાઇ 21, 2025 11:43 એ એમ (AM)
ઈરાન યુકે, ફ્રાન્સ અને જર્મની સાથે પરમાણુ વાટાઘાટો કરવા માટે સૈદ્ધાંતિક રીતે સંમત