એપ્રિલ 13, 2025 3:02 પી એમ(PM)

printer

ઈરાન પોતાનો પરમાણુ કાર્યક્રમ નહીં છોડે તો પરિણામ ભોગવવા ટ્રમ્પની ચીમકી

પરમાણુ કાર્યક્રમને લઈને અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી એકવાર તણાવ વધી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે ઈરાનને સ્પષ્ટ ચેતવણી આપી છે કે, જો તે પોતાનો પરમાણુ કાર્યક્રમ છોડશે નહીં,તો તેને પરિણામોનો સામનો કરવો પડી શકે છે. અમેરિકી રાષ્ટ્રપતિના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે કહ્યું હતું કે ઈરાન ક્યારેય પરમાણુ શસ્ત્રો મેળવી ન શકે તે અમેરિકાની પ્રાથમિકતા છે. ડોનાલ્ડ ટ્રમ્પ રાજદ્વારી દ્વારા ઉકેલને સમર્થન આપે છે. પરંતુ જો રાજદ્વારી નિષ્ફળ જાય, તો અન્ય પગલાં લઈ શકાય છે. પ્રેસ સેક્રેટરીએ સંકેત આપ્યો કે, જો ઈરાન તેના પરમાણુ કાર્યક્રમ અંગેનો પોતાનો ઈરાદો નહીં બદલે તો વધુ સારા પરિણામોની અપેક્ષા રાખી શકશે નહીં.