અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાન અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધવિરામની જાહેરાતને પગલે આજે ભારતીય શેરબજારની સાથે સાથે વૈશ્વિક બજારમાં તેજી છે.
ભારતીય શેરબજારમાં એક હજાર કરતાં વધુ અંકોના ઉછાળા સાથે માર્કેટ 82 હજાર નવો અંક જ્યારે નિફ્ટીમાં 300 કરતાં વધુ અંગેનો ઉછાળો જોવા મળ્યો હતો. છેલ્લા સત્ર દરમિયાન યુએસ બજારો મજબૂતીથી બંધ થયા હતા. ડાઉ જોન્સ ફ્યુચર્સ પણ, આજે વધારા સાથે ટ્રેડિંગમાં હતું. રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પની જાહેરાત પહેલા બંધ થવાને કારણે, છેલ્લા સત્ર દરમિયાન યુરોપિયન બજારોમાં ઘટાડાનું વલણ હતું.
Site Admin | જૂન 24, 2025 1:47 પી એમ(PM)
ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધવિરામની જાહેરાતને પગલે ભારતીય શેરબજારોમાં તેજી