ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચોથા દિવસે પણ સંઘર્ષ યથાવત છે. લશ્કરી હુમલાઓમાં ઘણા લોકો માર્યા ગયા છે અને મોટા પાયે નુકસાન થયું છે. આ સંઘર્ષને રોકવા માટે આંતરરાષ્ટ્રીય રાજદ્વારી પ્રવૃત્તિઓ ચાલી રહી છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે એક કટોકટી સત્ર બોલાવ્યું હતું. જેમાં ઈરાને ઈઝરાયલના હુમલાને યુદ્ધનું કૃત્ય ગણાવ્યું જ્યારે ઈઝરાયલે તેના હુમલાને કાયદેસર સ્વ-બચાવ ગણાવ્યો. જોકે કટોકટી સત્રમાં કોઈ ઉકેલ આવ્યો ન હતો.
યુરોપિયન નેતાઓએ રાજદ્વારી ઉકેલ લાવવાની હાકલ કરી છે. ઇઝરાયલે ઇરાનના પરમાણુ કાર્યક્રમને સંપૂર્ણપણે રોકવા માટે અમેરિકાને મદદ માટે અપીલ કરી છે.
Site Admin | જૂન 16, 2025 9:37 એ એમ (AM)
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચોથા દિવસે પણ સંઘર્ષ યથાવત