ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

એપ્રિલ 27, 2025 9:31 એ એમ (AM)

printer

ઈરાન અને અમેરિકા વચ્ચે પરમાણુ વાટાઘાટોનો ત્રીજો રાઉન્ડ મસ્કતમાં સમાપ્ત થયો

ઈરાન અને અમેરિકા વચ્ચે પરમાણુ વાટાઘાટોનો ત્રીજો રાઉન્ડ મસ્કતમાં સમાપ્ત થયો છે.
આ વાટાઘાટોનો ઉદ્દેશ્ય ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર દાયકાઓ જૂની મડાગાંઠને ઉકેલવાનો છે.બંને પક્ષો આવતા અઠવાડિયે વાટાઘાટો યથાવત રાખવા સંમત થયા છે. આ ચર્ચામાં બંને પક્ષો વચ્ચે રાજદ્વારી વાટાઘાટો અને ટેકનિકલ, નિષ્ણાત સ્તરની ચર્ચાઓનો સમાવેશ કરાયો હતો.
વાટાઘાટો પછી, ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ જણાવ્યું હતું કે વાટાઘાટોનો આ રાઉન્ડ પહેલા કરતાં વધુ ગંભીર રહ્યો અને બંને પક્ષો ધીમે ધીમે પરમાણુ મુદ્દાઓના તકનીકી પાસાઓમાં ઊંડા ઉતર્યા. દરમિયાન, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વાસ વ્યક્ત કર્યો કે તેઓ એક નવા કરાર પર પહોંચવામાં સફળ થશે જે ઈરાનને પરમાણુ શસ્ત્રો વિકસાવવાથી અટકાવશે.