ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જૂન 14, 2025 7:56 પી એમ(PM) | ઈરાન

printer

ઈરાને પરમાણુ મુદ્દા પર વોશિંગ્ટન અને તેહરાન વચ્ચે વાટાઘાટો કરવાનો ઇનકાર કર્યો છે.

ઈરાને પરમાણુ મુદ્દા પર વોશિંગ્ટન અને તેહરાન વચ્ચે વાટાઘાટો કરવાનો ઇનકાર કર્યો છે. ઈરાને કહ્યું છે કે ઈઝરાયલના અત્યાર સુધીના સૌથી મોટા લશ્કરી હુમલા પછી તેહરાનના પરમાણુ કાર્યક્રમ પર અમેરિકા સાથે વાટાઘાટો નિરર્થક છે.
મીડિયા અહેવાલો અનુસાર, ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઈલ બાઘેઈએ કહ્યું છે કે પરમાણુ મુદ્દા પર વાટાઘાટો અને ઈરાનને નિશાન બનાવવાની ઈઝરાયલની પરવાનગી એકસાથે થઈ શકે નહીં. અગાઉ, ઈરાને ઈઝરાયલના હુમલામાં અમેરિકાની સંડોવણીનો આરોપ લગાવ્યો હતો, પરંતુ વોશિંગ્ટને આ આરોપને નકારી કાઢ્યો હતો. અમેરીકા-ઈરાન પરમાણુ વાટાઘાટોનો છઠ્ઠો રાઉન્ડ ગઈકાલે ઓમાનના મસ્કતમાં યોજાવાનો હતો. પરંતુ, તેના પરમાણુ કાર્યક્રમનો બચાવ કરતા, ઈરાને કહ્યું છે કે તેનો યુરેનિયમ સંવર્ધન કાર્યક્રમ ફક્ત નાગરિક હેતુઓ માટે છે