ઈરાને જાહેરાત કરી છે કે, તે આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સી – IAEA સાથે સહયોગ કરવાનો પોતાનો નિર્ણય રદ કરશે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ 2015 ના પરમાણુ કરાર હેઠળ પ્રતિબંધ રાહત લંબાવવામાં નિષ્ફળ ગયા બાદ ઈરાને આ જાહેરાત કરી હતી, જેને સંયુક્ત વ્યાપક કાર્ય યોજના તરીકે ઓળખવામાં આવે છે.
એક નિવેદનમાં, ઈરાનની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ (SNSC) એ ત્રણ યુરોપિયન દેશો: ફ્રાન્સ, બ્રિટન અને જર્મનીની કાર્યવાહીની નિંદા કરી અને આ દેશો પર રાજદ્વારી પ્રયાસોને નબળા પાડવાનો આરોપ લગાવ્યો.
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ પ્રતિબંધ રાહતને લંબાવવાનો ઠરાવ પસાર કરવામાં નિષ્ફળ ગયા પછી આ પગલું લેવામાં આવ્યું છે. ગયા મહિને, ત્રણ યુરોપિયન દેશોએ કરારના સ્નેપબેક મિકેનિઝમને સક્રિય કર્યું, જેના કારણે ઈરાન પર સંયુક્ત રાષ્ટ્રના પ્રતિબંધો ફરીથી લાદવામાં આવી શકે છે. ઈરાનના વિદેશમંત્રી સૈયદ અબ્બાસ અરાઘચીએ આ રાજકીય દબાણની ટીકા કરી અને IAEA સાથે રાજદ્વારી અને તકનીકી સહયોગ પ્રત્યે ઈરાનની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો. તેમણે ચેતવણી આપી કે વધુ તણાવ પ્રાદેશિક સ્થિરતાને અસર કરી શકે છે.
Site Admin | સપ્ટેમ્બર 21, 2025 7:51 પી એમ(PM)
ઈરાને જાહેરાત કરી છે કે, તે આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સી – IAEA સાથે સહયોગ કરવાનો પોતાનો નિર્ણય રદ કરશે