ઈરાને જર્મની, ફ્રાન્સ અને બ્રિટનમાંથી પોતાના રાજદૂતોને પરત બોલાવી લીધા છે. 15 સભ્યોની સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો પુનઃસ્થાપિત કરવામાં રશિયા અને ચીન નિષ્ફળ ગયા બાદ આ પગલું લેવામાં આવ્યું છે.
સંયુક્ત રાષ્ટ્રમાં રશિયાના રાજદૂતે પશ્ચિમી શક્તિઓ પર રાજદ્વારી પ્રક્રિયાને નબળી પાડવાનો આરોપ લગાવ્યો છે. ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને પત્રકારોને જણાવ્યું કે પ્રતિબંધોના જવાબમાં ઈરાનનો પરમાણુ અપ્રસાર સંધિમાંથી ખસી જવાનો કોઈ ઈરાદો નથી.તેમણે કહ્યું કે અમેરિકા વર્ષ 2015ના પરમાણુ કરારને પુનર્જીવિત કરવાના પ્રયાસોને અવરોધિત કરી રહ્યું છે.
Site Admin | સપ્ટેમ્બર 28, 2025 3:35 પી એમ(PM)
ઈરાને જર્મની, ફ્રાન્સ અને બ્રિટનમાંથી પોતાના રાજદૂતોને પરત બોલાવી લીધા