જૂન 14, 2025 9:24 એ એમ (AM)

printer

ઈરાને ઈઝરાયલી હુમલાની જવાબી કાર્યવાહીમાં ઓપરેશન સેવિયર પનિશમેન્ટ લોન્ચ કરી સેંકડો મિસાઈલ અને ડ્રોન છોડ્યા

ઈરાને ઈઝરાયલી હુમલાની જવાબી કાર્યવાહીમાં સેંકડો મિસાઈલ અને ડ્રોન છોડ્યા છે, જેને ઓપરેશન સેવિયર પનિશમેન્ટ નામ આપવામાં આવ્યું છે. તેલ અવીવ અને જેરુસલેમમાં થયેલા પ્રચંડ બોમ્બ ધડાકાથી ઈઝરાયલમાં હવાઈ હુમલાના સાયરન વગાડવામાં આવી, જેના કારણે લાખો લોકોને રાહત શિબિરોમાં આશ્રય લેવાની ફરજ પડી. આ અગાઉ ઇઝરાયલના હુમલામાં ઈરાનના પરમાણુ સ્થાનોને નિશાન બનાવાયા હતા અને મુખ્ય સેના કમાન્ડરોની હત્યા કરવામાં આવી છે.ઈઝરાયલી અધિકારીઓએ ઈરાનના હુમલાની પુષ્ટિ કરી છે. બેન ગુરિયન હવાઈમથકને તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યું હતું અને તેને સતત સતર્ક રાખવા માટે હજારો ઈઝરાયલી સૈનિકોને તૈનાત કરવામાં આવ્યા હતા. આ પહેલી વાર છે જ્યારે ઈરાનની મિસાઈલો રહેણાંક વિસ્તારોમાં ઈઝરાયલના હવાઈ સંરક્ષણ પર હુમલો કરી છે.ઈરાનની રાજ્ય સમાચાર એજન્સીએ અહેવાલ આપ્યો છે કે આ મિસાઈલ હુમલો ખાસ કરીને ઈઝરાયલ દ્વારા નાતાન્ઝ પરમાણુ સ્થળના નાશ કરવા અને ઈરાનના ટોચના લશ્કરી કમાન્ડરોની હત્યાના જવાબમાં કરવામાં આવ્યો હતો. ઈઝરાયલના સંરક્ષણમંત્રી ઈઝરાયલ કાત્ઝે આરોપ લગાવ્યો છે કે ઈરાને જાણી જોઈને રહેણાંક વિસ્તારોને નિશાન બનાવ્યા છે. તેમણે કહ્યું કે ઈઝરાયલ તેનો યોગ્ય જવાબ આપશે. બંને દેશો વચ્ચેના ભીષણ હુમલાઓએ વ્યાપક પ્રાદેશિક સંઘર્ષનો ભય વધી ગયો છે. અમેરિકન વહીવટીતંત્ર લાંબા સમયથી આ હુમલાને રોકવાનો પ્રયાસ કરી રહ્યું છે, કારણ કે તેને ડર છે કે આનાથી પશ્ચિમ એશિયામાં વ્યાપક યુદ્ધ શરૂ થશે અને તે ઈરાનના મજબૂત પરમાણુ માળખા સામે બિનઅસરકારક સાબિત થઈ શકે છે. ઈરાને તેના યુરેનિયમ સંવર્ધન સ્તરમાં સતત વધારો કરીને મોટી માત્રામાં પરમાણુ શસ્ત્રો એકઠા કર્યા છે.