જાન્યુઆરી 12, 2026 9:51 એ એમ (AM)

printer

ઈરાનમાં રાષ્ટ્રવ્યાપી વિરોધ પ્રદર્શનોમાં મૃત્યુઆંક 538 થયો

ઈરાનમાં રાષ્ટ્રવ્યાપી વિરોધ પ્રદર્શનોમાં મૃત્યુઆંક 538 થયો છે. અમેરિકા સ્થિત માનવાધિકાર કાર્યકર્તા એજન્સીએ અહેવાલ આપ્યો છે કે મૃતકોમાં 490 વિરોધીઓ અને 48 સુરક્ષા દળોના સભ્યોનો સમાવેશ થાય છે. એજન્સીએ ચેતવણી આપી કે મૃત્યુઆંક વધુ વધી શકે છે. તેણે એમ પણ અહેવાલ આપ્યો છે કે 10,600થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે. ઈરાનમાં ઇન્ટરનેટ અને ફોન લાઇન બંધ હોવાથી વિદેશથી વિરોધ પ્રદર્શનોની પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવું વધુ મુશ્કેલ બન્યું છે. ઈરાની સરકારે વિરોધ પ્રદર્શનોમાં કુલ મૃત્યુઆંક જાહેર કર્યો નથી.દરમિયાન, ઈરાનના સંસદના અધ્યક્ષ, મોહમ્મદ બાઘર કાલિબાફે ચેતવણી આપી કે જો, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ધમકીઓના જવાબમાં અમેરિકા ઇસ્લામિક રિપબ્લિક પર હુમલો કરશે, તો અમેરિકન સૈન્ય અને ઈઝરાયલ કાયદેસરના નિશાન બનશે. ઉલ્લેખનીય છે કે ઈરાનમાં આ વિરોધ પ્રદર્શનો બે અઠવાડિયાથી વધુ સમયથી ચાલી રહ્યા છે.