ઈરાને નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા નરગેસ મોહમ્મદીની ધરપકડ કરી છે. તેમના પેરિસ સ્થિત ફાઉન્ડેશને જણાવ્યું હતું કે તેમને માનવાધિકાર વકીલ ખોસરો અલીકોર્ડીના સ્મૃતિ સમારોહ દરમિયાન અટકાયતમાં લેવામાં આવ્યા હતા..
મીડિયા અહેવાલોમાં જણાવાયું છે કે, સમર્થકો મહિનાઓથી ચેતવણી આપી રહ્યા હતા કે 53 વર્ષીય નોબેલ પુરસ્કાર વિજેતાને ડિસેમ્બર 2024 માં નાદુરસ્ત તબિયતને કારણે રજા મળ્યા બાદ તેમને ફરીથી જેલમાં ધકેલી દેવાશે. છેલ્લા બે દાયકાનો મોટાભાગનો સમય તેમણે તેહરાનની કુખ્યાત એવિન જેલમાં કેદી તરીકે વિતાવ્યો છે.
ઈરાનના સૌથી અગ્રણી માનવાધિકાર કાર્યકરોમાંના એક, મોહમ્મદીને 2023 માં નોબેલ શાંતિ પુરસ્કાર એનાયત થયો હતો.
Site Admin | ડિસેમ્બર 13, 2025 3:26 પી એમ(PM)
ઈરાનમાં નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા નરગેસ મોહમ્મદીની ધરપકડ.